● સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન-કાર્યના મહત્વપૂર્ણ પ્રસંગો .
૧૮૭૫- ૩૧, ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ગામ માં જન્મ થયો હતો.વતન-કરમસદ.પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈ ના તેઓ ચોથા પુત્ર હતાં.પ્રાથમિક શિક્ષણ તથા અંગ્રેજી ત્રીજી કક્ષા સુધીનું શિક્ષણ કરમસદમાં કર્યું.
૧૮૯૩- કરમસદ પાસેના ગાના ગામની કન્યા ઝવેરબા સાથે લગ્ન કર્યા.
૧૮૯૭- નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
૧૯૦૦- નડિયાદમાં જીલ્લા વકીલની પરીક્ષા માં પાસ થયા અને પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વકીલાતનો શુભારંભ કર્યો.
૧૯૦૨- ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરી.ફોજદારી કેસ ના વકીલ તરીકે જવલંત સફળતા અને નામના મેળવી.
૧૯૦૩- એપ્રિલમાં સુપુત્રી મણિબહેનનો જન્મ.
૧૯૦૫- નવેમ્બરમાં સુપુત્ર ડાહ્યાભાઈનો જન્મ.
૧૯૦૯- ૧૧ જાન્યુઆરી ના રોજ ધર્મ પત્ની ઝવેરબાનું મુંબઈમાં અવસાન થયું.
૧૯૧૦- બેરિસ્ટર થવા માટે ઓગસ્ટ માસમાં ઇંગ્લેન્ડ ગયા.મિડલ ટેમ્પલ નામની સુપ્રસિદ્ધ કાયદા કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
૧૯૧૨- બેરિસ્ટરની છેલ્લી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે પાસ કરે ૫૦ પાઉન્ડનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો, સ્વદેશ ભણી પ્રયાણ.
૧૯૧૩- ફેબ્રુઆરી માસમાં અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી.
૧૯૧૪- પિતા ઝવેરભાઇ નું ૮૫ વર્ષની જેફ અવસ્થામાં કરમસદમાં નિધન થયું.
૧૯૧૫- અમદાવાદની સંસ્થા 'ગુજરાત સભા'ની સભ્ય બનીને રાજકીય જીવનનો પ્રારંભ કર્યો.
૧૯૧૬- મહાત્મા ગાંધી સાથે પ્રથમવાર મુલાકાત થઈ.સ્વતંત્રતા માટે મનમાં દેશ પ્રેમ દઢ બન્યો. ગુજરાત સભાના પ્રતિનિધી તરીકે લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો.
૧૯૧૭- અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમવાર સદસ્ય બન્યા અને આરોગ્ય સમિતિના અધ્યક્ષપદ પર નિમણૂક પામ્યા.મ્યુનિસિપાલિટીના કમિશનર પદે નિયુક્ત થયેલ અંગ્રેજ અમલદારની નિયુક્તિ રદ કરાવી,ગોધરામાં પ્રથમ ગુજરાત પ્રાંતિક સભાના કારોબારી સમિતિના મંત્રી તરીકે જવાબદારી સ્વીકારી.
૧૯૧૮- અમદાવાદમાં પ્રસરેલા ફ્લુના રોગથી પ્રજાને બચાવવા અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા ગુજરાત સભાને સહાય કરી હંગામી હોસ્પિટલની સ્થાપના કરી, અસરગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પર સરકાર દ્વારા વસૂલ કરાતા જમીન મહેસુલ વિરુદ્ધ 'ના કર' આંદોલનનું સફળ સંચાલન કર્યું.
૧૯૧૯- અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેનેજિંગ અધ્યક્ષ,સ્વાતંત્ર આંદોલનને કચડી નાંખવા અંગ્રેજ સરકાર દ્વારા નંખાયેલા 'રોલેટ એક્ટ' કાયદા વિરુદ્ધ જંગમાં જોડાયા. ૭મી,એપ્રિલના રોજ ગુજરાતી ભાષામાં 'સત્યાગ્રહ' પત્રિકા શરૂ કરી.
૧૯૨૦- અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં કોંગ્રેસે તમામ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો. પશ્ચિમના વસ્ત્રોનો ત્યાગ કરી ખાદી અપનાવવા, 'સવિનય કાનૂનભંગ' આંદોલનને સહયોગ આપવાનો પ્રસ્તાવ, નાગપુર કોંગ્રેસ અધિવેશન દરમિયાન લોકમાન્ય તિલક સ્વરાજ્ય ફંડ માટે આહવાન ના પ્રત્યુત્તરમાં ગુજરાતમાંથી ૧૦ લાખ રૂપિયા એકત્રિત કર્યા અને કોંગ્રેસના ૩ લાખ સભ્યો બનાવ્યા ગાંધીજીના સાથે રહીને 'ગુજરાત વિદ્યાપીઠની' સ્થાપના કરવાનો નિર્ણય લીધો.
૧૯૨૧- ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ અને અમદાવાદમાં મળેલ કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિનાં અધ્યક્ષ બન્યા.
૧૯૨૨- ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠના સ્થાપન માટે રંગૂન (બર્મા) થી ૧૦ લાખ રૂપિયાનું દાન મેળવ્યું.
૧૯૨૩-અંગ્રેજ સરકાર વિરુદ્ધ નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ, ડિસેમ્બર મહિનામાં બોરસદ તાલુકાની પ્રજા પર સરકાર દ્વારા અન્યાયી વેરો (હૈડિયા વેરો)ના વિરુદ્ધ સત્યાગ્રહ કરી રદ કરાવ્યો.વલ્લભભાઈને 'બોરસદનાં સુબા'નો ખિતાબ આપ્યો.
૧૯૨૪-પુન: જીવિત અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા.
૧૯૨૭- ગુજરાતમાં અભૂતપૂર્વ રેલ-સંકટ, રેલ-રાહત કાર્યો માટે સરકાર પાસેથી રૂપિયા ૧ કરોડ રૂપિયાની સહાય પ્રાપ્ત કરી.
૧૯૨૮- અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.ખેડૂતો પર વધારેલા મહેસૂલ વેરાના વિરુદ્ધમાં બારડોલી સત્યાગ્રહનો આરંભ કર્યો.ખેડૂતોના નેતા તરીકે 'સરદાર'નો ગૌરવપૂર્ણ ખિતાબ અપાયો.કલકત્તાના કોંગ્રેસ અધિવેશનમાં સ્વાતંત્રય સંગ્રામના 'સરદાર'નું સન્માન.
૧૯૨૯- પૂનામાં મળેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદ અને મોરબીમાં મળેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ બન્યા.
૧૯૩૦- દાંડીકૂચમાં ગુજરાત પૂરેપૂરો સહયોગ આપે તે માટે પ્રવાસ માટે રવાના થતાં પહેલાં રાસ ગામમાં ૭ મી માર્ચની અને પ્રચારસભા દરમિયાન સામાન્યસભામાં ગિરફ્તાર થયા અને જેલવાસ થયો. ૨૬ જૂનના રોજ જેલમાંથી મુક્ત થયા. ૩૦ જૂનના રોજ કાર્યકારી પ્રમુખ બન્યા. ૧ ઓગસ્ટના રોજ ફરીથી ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપ્યા.
૧૯૩૧- ગાંધી-ઇરવીન કરાર થવાથી માર્ચ માસમાં મુક્તિ. કરાંચીમાં થયેલ કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ.
૧૯૩૨- સરકાર વિરુદ્ધ થતાં આંદોલનોનું નેતૃત્વ કરવાના કારણે જાન્યુઆરી માસમાં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવેમ્બર માસમાં માતા લાડબાઈ નું કરમસદમાં અવસાન થયું.
૧૯૩૩- ૧ ઓગસ્ટમાં યરવડાથી નાસિક જેલમાં બદલી થઈ. મોટાભાઇ વિઠ્ઠલભાઇ નું સ્વિત્ઝર્લેન્ડ ખાતે અવસાન થયું.
૧૯૩૮- માર્ચ- ૧૯૩૭માં હરિપુર માં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં હારથી છડેલા ચોખા,બળદ થી ચાલતી ઘંટી નો આટો, એને બળદથી ચાલતી ઘાણીનું તેલ અને ગાયના ઘીનો ઉપયોગ કરીને ગ્રામ અને ગૃહઉદ્યોગો માં રહેલી અપાર શક્તિ થી લોકોને પરિચિત કર્યા.
૧૯૪૦- ગાંધીજી પ્રેરિત સ્વાતંત્રય સંગ્રામ માં આગળ પડતો ભાગ લેવાથી ૧૮ નવેમ્બરના રોજ અમદાવાદ સાબરમતી જેલમાં રખાયા અને ત્યારબાદ યરવડા જેલમાં લઈ જવાયા.
૧૯૪૧- ૨૦ ઓગસ્ટના રોજ નાદુરસ્ત તબિયતના કારણોસર જેલમાંથી મુક્તિ મળી.
૧૯૪૨- ૮ ઓગસ્ટના રોજ મુંબઇમાં મળેલ અખિલ ભારતીય કોંગ્રેસ કારોબારીની બેઠકમાં 'હિંદ છોડો' આંદોલનના પ્રસ્તાવને સમર્થન આપ્યું.૯ ઓગસ્ટના રોજ ધરપકડ થઈ.કારોબારીના અન્ય સદસ્યો સાથે મહારાષ્ટ્રના અહમદનગરના કિલ્લામાં કેદી તરીકે મોકલી દેવાયા. ૧૯૪૪ સુધી ત્યાં કેદ રહ્યા.
૧૯૪૫- પૂના પાસે આવેલી યરવડા જેલમાં બદલી કરવામાં આવી.
૧૯૪૬- ૯ ડીસેમ્બર ના રોજ ભારતીય બંધારણસભા માં પ્રથમવાર ભાગ લીધો.
૧૯૪૭- ૪ એપ્રિલના રોજ વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં નું ઉદઘાટન કર્યું. ૫ જુલાઇના રોજ સરદારશ્રીના પ્રમુખપદ તળે દેશી રજવાડાંની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારમાં 'નયો રિયાસતી' વિભાગની રચના કરવામાં આવી. સમગ્ર દેશના તમામ રાજાઓને દેશના સ્વતંત્રતા તથા સુદ્ઢતા માટે કાર્ય કરવા અનુરોધ કર્યો. ૧૫મી ઓગસ્ટના રોજ નવા સ્વતંત્ર સ્વાયત સંસ્થાન ભારત સંઘના પ્રથમ નાયબ પ્રધાન તથા ગૃહમંત્રી, નવેમ્બર ૧૩ ના રોજ સોમનાથ-પાટણ ની મુલાકાત. સોમનાથ મહાદેવની પુનઃ પ્રતિષ્ઠા નો સંકલ્પ કર્યો.
૧૯૪૮- ૧૫ ફેબ્રુઆરી ભાવનગરમાં સૌરાષ્ટ્ર રાજ્યની રચના, ૭ એપ્રિલના રોજ જોધપુર, જયપુર, બિકાનેર જેસલમેર, ઉદયપુર અને ભરતપુરના દેશી રાજ્યો થી બનેલ નવનિર્મિત રાજસ્થાન રાજ્યનું ઉદઘાટન. ૨૨ એપ્રિલના રોજ ગ્વાલિયર, ઇન્દોર, મધ્ય ભારતના ૨૩ દેશી રાજ્યોના મહારાજાઓએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા. ૩ નવેમ્બરના રોજ નાગપુર વિશ્વવિદ્યાલય, ૨૫ નવેમ્બરના રોજ અલાહાબાદ વિશ્વવિદ્યાલયે 'ડૉક્ટર ઑફ લોજ'ના માનદ પદવી એનાયત કરી.
૧૯૪૯- ૨૬ ફેબ્રુઆરી ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયે 'ડૉક્ટર ઑફ લોજ'ના માનદ પદવી એનાયત કરી.૭ ઓક્ટોબરથી ૭ ઓક્ટોબર સુધી પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ અમેરિકા, કેનેડા અને બ્રિટનની મુલાકાતે ગયા હતા ત્યારે કાર્યકારી પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
૧૯૫૦- ૨૦ થી ૨૨ સપ્ટેમ્બર સુધી નાસિકમાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં હાજરી, ૧૫ ડીસેમ્બર ના રોજ મુંબઈમાં સામાન્ય બિમારી પછી નિધન થયું.
૧૯૯૧- સરદાર પટેલને ભારતનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' (મરણોત્તર) અપાયું.