ભુપેન્દ્ર રજનીકાંત પટેલ તેઓનો જન્મ 15 જુલાઈ 1962 કડવા પાટીદાર સમાજ માં થયો હતો. તેઓ એક ભારતીય રાજકારણી છે. 13 સપ્ટેમ્બર 2021 થી ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. 2017માં ઘાટલોડિયા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા પહેલા તેમણે અમદાવાદ મ્યુનિસિપલ સંસ્થાઓમાં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ભુપેન્દ્ર પટેલ નું ઉપનામ દાદા પણ કહેવાય છે. તેમણે પોતાનું એજ્યુકેશન એપ્રિલ 1982માં ગવર્મેન્ટ પોલીટેકનિક અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ છે. પોતે વ્યવસાયે બિલ્ડર છે. તેમજ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેમને ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતમાં રસ છે.
✦રાજકીય કારકિર્દી (Political Career)
ભુપેન્દ્ર પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચુકેલ છે. તેઓ 1995-96 થી 1999-2000 અને 2004-06 માં મેમનગર નગરપાલિકાના સભ્ય હતા.તેઓ 1999-2000 મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા. તેઓ 2008-10 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલબોર્ડના વાઇસ ચેરમેન હતા.
2010-15 સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર રહ્યા હતા.તેઓ 2015-17 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન હતા. તેમણે AMC ની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
ભુપેન્દ્ર પટેલ વિધાનસભાની 2017ની ચૂંટણીમા ઘાટલોડિયા વિસ્તારમાં ટિકિટ મળતા વિધાનસભાના સભ્ય બન્યા. તેઓ 1,17,000 મતોના રેકોર્ડ આગળથી જીત્યા હતા.
વિજય રૂપાણીએ 11 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે પક્ષની ધારાસભાની બેઠકમાંં ભુપેન્દ્ર પટેલનેે સર્વાનુમતે રાજ્યના ધારાસભ્ય પક્ષના નેેતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે 13 સપ્ટેમ્બર 2021 ના રોજ ગુજરાત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા શપથ લીધા.
Bjp
ReplyDelete