Friday, October 29, 2021

કરંટ અફેર્સ 29 Oct 2021 | Current Affairs Today |

 

29 Oct 2021

1) શાવકત મિરજીયોયેવ કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે?

Ans : ઉઝબેકિસ્તાન

શાવકત મિરજીયોયેવ સતત બીજી વખત ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે.

ઉઝબેકિસ્તાન : રાજધાની : તાશ્કંદ,ચલણ : ઉઝબેકિસ્તાન સોમ,રાષ્ટ્રપતિ : શાવકત મિરજીયોયેવ.

2) MOTO GP world Champion 2021 નો ખિતાબ કોણે જીત્યો છે?

Ans : ફૈબિયો ક્વાર્ટારો 

MOTO GP એક પ્રકારની મોટરસાઇકલ રેસ હોય છે.

MOTO GP ના Top 3 પ્લેયર : 1.ફૈબિયો ક્વાર્ટારો,2.ફ્રાંસેસ્કો બગનાયા,3.જોઆન મીર.

3) ખુલ્લામાં શૌચ મુક્ત અને પ્રત્યેક ઘરે વિજળી પ્રાપ્ત કરવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય કયુ બન્યું છે?

Ans : ગોવા

"हर घर जल मिशन " ની હેઠળ દરેક ઘરમાં નળનું પાણી ઉપલબ્ધ કરવાવાળુ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાસન ઉપલબ્ધ કરવાવાળુ ગોવા ભારતનું પ્રથમ રાજ્ય બન્યુ છે.

ગોવા સ્થાપના : 30 May 1987,રાજધાની : પણજી,મુખ્યમંત્રી : પ્રમોદ સાવંત,રાજ્યપાલ : પી.એસ.શ્રીધરન પિલ્લઈ ,લોકસભા સીટ : 2,રાજ્યસભા સીટ : 1,વિધાનસભા સીટ : 40.

4) જર્મન બુક ટ્રેડ 2021 નો શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?

Ans : ત્સિત્સિ  ડૈન્ગારેમ્બગા 

તેમણે લખેલા અહિંસક લેખો માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવેલ છે.પુરસ્કારની ધન રાશિ : 25,000 યુરો.

Click Here : કરંટ અફેર્સ 28 Oct 2021

5) તાજેતરમાં વર્ષ 2020 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવેલ છે?

Ans : મધુસૂદન ઠાકર

તાજેતરમાં ગુજરાતી ભાષાના વાર્તાકાર,નવલકથાકાર અને મદુરાય ઉપનામથી જાણીતા મધુસૂદન ઠાકર ને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2020 આપવામાં આવેલ છે.

પૂર્ણ નામ : મધુસુદન વલ્લભભાઈ ઠાકર,જન્મ : 19 જુલાઈ 1942,જન્મસ્થળ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે,પ્રથમ વાર્તાસંગ્રહ : બાંશી નામની એક છોકરી(1964).

અન્ય મળેલા પુરસ્કારો : 1.રણજિતરામ સુવર્ણચંદ્રક (1999),2.નર્મદચંદ્રક (1972).

સાહિત્ય ગૌરવ પુરસ્કાર :

સ્થાપના : 1883,કોના દ્વારા આપવામાં આવે છે? - ગુજરાત સાહિત્ય અકાદમી,શું આપવામાં આવે છે? - પ્રતિમા સાલ રૂ. 1 લાખ રોકડા ઇનામ,સૌ પ્રથમ વખત પુરસ્કાર : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.

6) ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં બનવા જઈ રહ્યો છે?

Ans : ખાવડા

ભારતની કંપની NTPC ની પેટા કંપની NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ ને ગુજરાતના કચ્છના ભારતના સૌથી મોટા સોલાર પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે.ક્ષમતા : 4750 મેગાવોટ.

NTPC : National Thermal Power Corporation,સ્થાપના : 1975,મંત્રાલય : ઉર્જા મંત્રાલય

7) તાજેતરમાં ગુજરાત રણજી ટીમના પસંદગી સમિતિના ચેરમેન તરીકે કોની પસંદગી કરવામાં આવેલ છે?

Ans : કિરાટ દામાણી

ગુજરાત રણજી ટીમ :

પસંદગી સમિતિના ચેરમેન : કિરાટ દામાણી,મુખ્ય કોચ : મુકુંદ પરમાર,બોલિંગ કોચ : રાકેશ પટેલ.

રણજી ટ્રોફી :

પ્રથમ ટુર્નામેન્ટ :1934,ટીમોની સંખ્યા : 37,સૌથી સફર : મુંબઈ (41 વાર વિજેતા), સૌ પ્રથમ વિજેતા : મુંબઈ (1934- 35),વર્તમાન વિજેતા : વિદર્ભ.

Click Here : કરંટ અફેર્સ 27 Oct 2021

8) તાજેતરમાં એમઝોન દ્વારા ભારતમાં પોતાનું પ્રથમ ડિજિટલ સેન્ટર ગુજરાતના કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે?

Ans : સુરત 

ઉદ્ઘાટન : શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા,ક્યાં કાર્યરત થશે? - સુરતના APMC ખાતે.

એમઝોન :

CEO : એંડી જેસી,સ્થપના : 5 જુલાઈ 1994,સ્થાપક : જેફ બેઝોફ,વડુ મથક : વોશિંગટન ડી.સી,અમેરિકા.

9) સતર્કતા જાગૃકતા સપ્તાહ 2021 ક્યારે મનાવવામાં આવેલ છે?

Ans : 26 Oct to 1 Nov

2021ની Theme :

Independent India @75 : Self Reliance,With Integrity.

10) Kamala Harris Phenomenal Women આ પુસ્તકના લેખકનું નામ જણાવો?

Ans : ચિદાનંદ રાજઘટ્ટા


No comments:

Post a Comment