30 Oct 2021 |
1) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રો-ગ્રીન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે?
Ans : ગુજરાત
તાજેતરમાં સંગઠિત અને બાંધકામ ક્ષેત્રમાં શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી પર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.
સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 30%અથવા 30,000 ની મર્યાદામાં સબસીડી.બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 50% અથવા 30,000 ની મર્યાદામાં સબસીડી.
2) ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર લિસ્ટમાં નામ જોડવા તથા નામ સુધારવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવેલ છે?
Ans : ગરુડ એપ
ECI : Election Commission of India.સ્થાપના : 25 Jan 1950,25 જાન્યુઆરી : રાષ્ટ્રિય મતદાતા દિવસ,મુખ્યાલય : New Delhi.
ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી : સુશીલ ચંદ્રા,અન્ય ચૂંટણી અધિકારી : 1.રાજીવ કુમાર,2.અનુપ ચંદ્ર પાંડે.
3) 67માં National Film Award 2021માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવેલ છે?
Ans : મનોજ બાજપેયી અને ધનુષ
67માં National Film Award 2021 માટે મનોજ બાજપેયીને 'ભોંસલે' Movie' માટે તેમજ ધનુષને 'અસુરન' Movie માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવેલ છે.
અન્ય એવોર્ડ : સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ : મક્કર : લાયન,ઓફ ધ એરેબીયન સી (મલયાલમ),મોસ્ટ ફ્રેન્ડલી ફિલ્મ સ્ટેટ : સિક્કિમ.
સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ : છિછોરે,સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી : યંગા અને મણિકર્ણિકા : ધ કવિન ઓફ ઝાંસી માટે કંગના રાણાવતને,51મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર : રજનીકાંત.
Click Here : કરંટ અફેર્સ 29 Oct 2021
4) World Day For Audio-visual heritage 2021 ક્યારે મનાવવામાં આવેલ છે?
Ans : 27 Oct.
આયોજન : UNESCO દ્વારા
2021ની Theme : Your Window to the world.
5) ડેનમાર્ક ઓપન 2021માં મહિલા સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું છે?
Ans : અકાને યામાગુચી
જાપાનના ખેલાડી અકાને યામાગુચીએ ફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાના ખેલાડી આન-સે-યૌગને હરાવીને ડેનમાર્ક ઓપન જીતી લીધેલ છે.
ડેનમાર્ક ઓપન 2021 ના વિજેતા :
1.મેન્સ સિંગલ્સ : વિકટર એક્સેલેન્સ(ડેનમાર્ક),2.વિમન્સ સિંગલ્સ : અકાને યામાગુચી (જાપાન),3.મેન્સ ડબલ્સ : તાકુરો હોકી અને યૂગો કોબાયસી(જાપાન),4.વિમેન્સ ડબલ્સ : હુઆંગ ડોંગપિંગ અને ઝેન્ગ યૂ(ચીન),5.મિક્સ્ડ ડબલ્સ : યૂટા વાતાનાબે અને અરીસા હિગાશિનો(જાપાન).
ડેનમાર્ક ઓપન : રમત : બેડમિંટન,અન્ય નામ : ડેનિસ ઓપન,શરૂઆત : 1935,સ્થળ : ઓન્ડેશ પાર્ક,Prize Money : $ 7,50,000.
6) ભારતનો સૌથી મોટો Aromatic gardan નું ઉદઘાટન ક્યાં કરવામાં આવેલ છે?
Ans : નૈનીતાલ(ઉત્તરાખંડ)
ઉત્તરાખંડના વનવિભાગ દ્વારા નૈનીતાલ જિલ્લાના લાલકુવા વિસ્તારમાં ભારતના સૌથી મોટા Aromatic gardan બનાવ્યું છે.આ ગાર્ડન ૩ એકર વિસ્તારમાં ફેલાય છે.
આ ગાર્ડન 140 જેટલી વિવિધ પ્રકારના સુગંધિત છોડો અને 24 પ્રકારની તુલસી પ્રજાતિ આ ગાર્ડનમાં જોવા મળે છે.આ ગાર્ડન બનાવવાનો મુખ્ય હેતુ તુલસી અને અશ્વગંધા જેવા સ્થળોની જાળવણી કરવી અને તેનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો છે.
ઉત્તરાખંડ : સ્થાપના : 9 નવેમ્બર 2000, રાજધાની : શિયાળુ - દહેરાદુન અને ઉનાળુ- ગેરસણ,મુખ્યમંત્રી : પુષ્કર સિંહધામી,રાજ્યપાલ : ગુરમિત સિંહ.
7) ભારતીય મૂળના 'અનિતા આનંદ' કયા દેશના નવા રાજ્ય મંત્રી બન્યા છે?
Ans : કેનેડા
અનિતા આનંદ કેનેડાના નવા રક્ષામંત્રી બંધ રહેશે.કોનું સ્થાન લેશે? : હરજીત સજ્જન.
કેનેડા : રાજધાની : ઓટાવા,ચલણ : કેનેડિયન ડોલર,પ્રધાનમંત્રી : જસ્ટીન ટુદ્રૌ.
Click Here : કરંટ અફેર્સ 28 Oct 2021
8) IGBC ગ્રીન સીટીઝ રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતનુ પ્રથમ ગ્રીન ઔધોગિક શહેર જણાવો.
Ans: કંડલા
ICBC : Indian green building Council.સ્થાપના : 2001,કાર્ય : પર્યાવરણ સાનુકૂળ રેન્કિંગ આપવાનો.
9) ભારતીય સિનેમામાં યોગદાન દેવા બદલ કોની પસંદગી સત્યજીત રે પુરસ્કાર માટે કરવામાં આવી છે?
Ans : બી.ગોપાલ
જાણીતા તેલુગુ ફિલ્મ નિર્માતા બી.ગોપાલ એટલે કે બેજવાડા ગોપાલને ભારતીય સિનેમામાં યોગદાન આપવા બદલ સત્યજીત રે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.પુરસ્કારમાં શું આપવામાં આવે છે? : 10,000 રૂ. રોકડા,એક સ્મૃતિ ચિહન અને તક્તી.
કોના દ્વારા આપવામાં આવે છે? : ફિલ્મ સોસાયટી કેરલ દ્વારા,સત્યજીત રે : જન્મ : 2 May 1921,જન્મસ્થળ : કલકતા પ.બંગાળ,પદ્મશ્રી : 1958.પદ્મભૂષણ : 1965,પદ્મવિભૂષણ : 1976,દાદા સાહેબ ફાળકે એવોર્ડ : 1984,ભારતરત્ન : 1992.
No comments:
Post a Comment