1) BCCI એ કોને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સોંપી છે?
Ans. રાહુલ દ્રવિડ
રવિ શાસ્ત્રી પછી ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડે Team Indiaના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે.
BCCI : Board of Control for cricket in India, સ્થાપના : 1928,મુખ્યાલય : મુંબઈ, અધ્યક્ષ : સૌરવ ગાંગુલી,સચિવ : જય શાહ
2) Global hand Washing Day 2021 ક્યારે મનાવવામાં આવે છે?
Ans : 15 Oct
3) UN Biodiversity Summit 2021નું આયોજન કયા દેશમાં કરવામાં આવેલ?
Ans : ચીન
● 2021ના અગત્યના સંમેલનનો :
✧ આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021 : ભારત,13 મો BRICS શિખર સંમેલન 2021 : ભારત,6th Eastern Economic Forum 2021 : રશિયા
4) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કયા સશસ્ત્ર બળના અધિકાર ક્ષેત્રમાં વધારો કર્યો છે?
Ans : સીમા સુરક્ષા બળ (BSF)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સીમા સુરક્ષા બળ (BSF)ના અધિકાર ક્ષેત્રમાં વધારો કરેલ છે. BSF ના અધિકારીઓને ગિરફ્તારી, તલાશી અને જપ્તીની શક્તિઓ આપવામાં આવેલ છે. BSF ના અધિકારીઓ બંગાળ, પંજાબ અને આસામ રાજ્યના બાંગ્લાદેશ અને પાકિસ્તાન બોર્ડર ની 50 km સુધી રાજ્યોમાં અધિકાર ચલાવી શકશે, આની પહેલા અધિકાર માત્ર 15 km નો જ હતો. આ સાથે જ પાંચ ઉત્તર-પૂર્વીય રાજ્યો મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં અધિકાર ક્ષેત્ર 80 km થી ઘટાડીને 50 km કરવામાં આવેલ છે.
● BSF : Border Security Force (સીમા સુરક્ષા બળ) સ્થાપના : 1 Dec, 1965,મુખ્યાલય : New Delhi,મહાનિર્દેશક : પંકજ કુમાર સિંહ,Motto(સૂત્ર) : जीवन पर्यन्त कर्तव्य
5) કયા રાજ્ય દ્વારા શિક્ષણ સંસ્થાનોમાં 'આરોગ્ય વાટિકા' લગાવવાની ઘોષણા કરવામાં આવી છે?
Ans : ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રાજ્યની દરેક શાળા અને કોલેજમાં આરોગ્ય વાટિકા બનાવવાની ઘોષણા કરવામાં આવી છે.આ આરોગ્ય વાટિકામાં ઔષધીય વૃક્ષ છોડ ઉગાડવામાં આવશે.આરોગ્ય વાટિકા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રાચીન ભારતીય પરંપરા જીવંત કરવાનું છે.
● ઉત્તરપ્રદેશ રાજધાની : લખનઉ,મુખ્યમંત્રી : યોગી આદિત્યનાથ,રાજ્યપાલ : આનંદીબહેન પટેલ,લોકસભા સીટ : 80,રાજ્યસભા સીટ : 31,વિધાનસભા સીટ : 404,ચૌધરી ચરણસિંહ એરપોર્ટ : લખનઉલાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ : વારાણસી
6) Joint Sea Naval Exercise 2021 કયા બે દેશો વચ્ચે આયોજિત થયેલ છે? Ans : રશિયા અને ચીન
આયોજન તારીખ : 14 Oct 2021 to 17 Oct 2021,આયોજન સ્થળ : રશિયાના પીટર ધ ગ્રેટ ગલ્ફ ખાતે(Sea Of Japan),પ્રથમ વખત આયોજન : 2005 7) રોપ-વે સેવાઓનો ઉપયોગ કરવા વાળો ભારતનો પ્રથમ શહેર કયો બન્યો છે?
Ans : વારાણસી
રોપ-વે સેવાઓનો સાર્વજનિક પરિવહન ઉપયોગ કરવા વાળો ભારતનો પ્રથમ શહેર વારાણસી છે.
● રોપ-વે સેવાઓનો સાર્વજનિક પરિવહન માં ઉપયોગ કરવા વાળા વિશ્વના શહેરો : 1) બોલીવિયા,2) મેક્સિકો સિટી,3) વારાણસી યોજનાનો કુલ ખર્ચ : 425 કરોડ,કુલ અંતર : 4.2 km,સમય : 15 min
8) તાજેતરમાં કયા દેશે Saff Cup જીત્યો છે?
Ans : ભારત
● Saff Cup : South Asian Football Federation Championship સ્થાપના : 1993.ટીમ : 1.ભારત, 2.ભુતાન, 3.બાંગ્લાદેશ, 4.નેપાળ, 5.માલદીવ, 6.શ્રીલંકા 7.પાકિસ્તાન.સૌથી વધારે ટાઇટલ જીતનાર : ભારત.Saff Cup નું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે.
9) કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા 'લાડુ વિતરણ યોજના' ક્યાં શરૂઆત કરવામાં આવી છે?
Ans : ગાંધીનગર
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતેથી ગર્ભવતી મહિલાઓ માટે 'લાડુ વિતરણ યોજનાનો' શુભારંભ કરવામાં આવેલ છે.આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને કુપોષણ થી લડવા માટે થઈને સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી દર મહિને 15 પૌષ્ટિક લાડુ મફતમાં આપવામાં આવશે.
Read More :
CD: कॉम्पैक्ट डिस्क कैसे काम करती है ?
This is very useful for us thx mr ritesh
ReplyDelete