23 Oct 2021 |
1) Global Pension Index 2021માં ભારત કયા સ્થાન પર રહેલ છે?
Ans : 40
ભારત કુલ 43 દેશોની રેન્કિંગમાં 43.3 સ્કોર સાથે 40માં ક્રમ પર રહ્યો છે.આ સૂચનઆંક ત્રણ માપદંડો પર્યાપ્ત,ટકાઉપણું અને અખંડિતતા ના આધાર પર માપવામાં આવે છે.
કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? : Mercer CFA Institute.
Top 3 દેશો : 1.આઇસલેન્ડ(84.2),2.નેધરલેન્ડ(83.5),3.નોર્વે(82.0).
અંતિમ સ્થાન : 43.થાઇલેન્ડ કયા નંબરનું સંસ્કરણ હતું? 13મુ 2020માં ભારત નું સ્થાન : 34/39.
2) Association of mutual funds in Indiaના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
Ans : એ.બાલાસુબ્રમણ્યમ
AMFIના નવા અધ્યક્ષ : એ.બાલાસુબ્રમણ્યમ,કોનું સ્થાન લેશે? : નિલેશ શાહ,AMFIના નવા ઉપાધ્યક્ષ : રાધિકા ગુપ્તા.
AMFI : Association of mutual funds in India,સ્થાપના : 22 Aug 1995,મુખ્યાલય : મુંબઈ.
ભારતમાં તાજેતરમાં ચર્ચામાં રહેલા અધ્યક્ષ :
1.ભારતીય બેંક સંઘના અધ્યક્ષ : અતુલકુમાર ગોયલ,2.રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ : પ્રિયંક કાનુનગો,3.Bharat Pe ના અધ્યક્ષ : રજનીશ કુમાર.
3) મુખ્યમંત્રી આપ કે દ્વાર યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે?
Ans : મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં આદિવાસી બહુમતી ધરાવતા 16 જિલ્લાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના દ્વારા લોકોના ઘર સુધી રાસન પહોંચાડવામાં આવશે.
મધ્યપ્રદેશ
સ્થાપના : 1 Nov 1956,રાજધાની : ભોપાલ,મુખ્યમંત્રી : શિવરાજ સિંહ ચૌહાણ,રાજ્યપાલ : મંગુભાઈ પટેલ, લોકસભા સીટ : 29,રાજ્યસભા સીટ : 11,વિધાનસભા સીટ : 230.
4) 300 T-20 મેચમાં ટીમની કપ્તાની કરવાવાળા વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યા છે?
Ans : મહેન્દ્રસિંહ ધોની
Born : 7 July 1981.
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ IPL 2021 નો ખિતાબ જીતીને એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામ કરી છે.આ મેચની સાથે ધોનીએ કેપ્ટન તરીકે ૩૦૦ મી T-20 મેચ રમી છે.કેપ્ટન તરીકે 300 T-20 મેચ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
Debut : Test : શ્રીલંકા (2005), Last Test : ઓસ્ટ્રેલિયા (2014),One-Day : Debut બાંગ્લાદેશ (2004),Last One-Day : ન્યૂઝીલેન્ડ (2019),T-20 : Debut દક્ષિણ આફ્રિકા (2006),Last T-20 ઓસ્ટ્રેલિયા (2019).
એવોર્ડ : 2009-પદ્મશ્રી,2018-પદ્મભૂષણ,2007-08- મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ.
IPL 2021 : વિજેતા : CSK 20 કરોડ,ઉપવિજેતા : KKR 12.50 કરોડ,મેન ઓફ ધ મેચ : ફાફ ડુ પેલ્સીસ,ઓરેન્જ કેપ : ઋતુરાજ ગાયકવાડ,પર્પલ કેપ : હર્ષલ પટેલ.
5) ઉબેર કપ બેડમિંટન ટૂર્નામેન્ટ કયો દેશ જીત્યો છે?
Ans : ચીન
ચીને જાપાનને 3-1 થી હરાવીને ઉબેર કપ જીતી લીધો છે. જે આ કપ 15 મી વખત જીત્યો છે.આયોજિત સ્થળ : આરહુસ (ડેનમાર્ક)
ઉબેર કપ : રમત : બેડમિંટન,સ્થાપના : 1957.
ટીમોની સંખ્યા : 16,સૌથી સફળ ટીમ : ચીન(15 વખત વિજેતા),પ્રાતં વખત વિજેતા : USA(1957).
બેડમિન્ટન સાથે સંકળાયેલા અન્ય કપ : 1.થોમસ કપ,2.ઉબેર કપ,3.સુંદિરમન કપ.
6) યુરોપિયન સંઘના પુરસ્કાર Sakharov Prize 2021થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?
Ans : એલેક્સી નવેલની
રશિયામાં વિપક્ષના નેતા એલેક્સી નવેલની વિચારોની સ્વતંત્રતા માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર આપવામાં આવેલ છે.આ પુરસ્કાર યુરોપિયન સંઘના માનવાધિકાર પુરસ્કાર છે.
7) તાજેતરમાં ભારતમાં રશિયા ફિલ્મ મહોત્સવના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે?
Ans : ઈમ્તિયાઝ અલી
તાજેતરમાં Top બ્રાન્ડ એમ્બેસેડર : 1.Payments bankના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : પંકજ ત્રિપાઠી,2.TATA AIA Life insuranceના બ્રાન્ડ એમ્બેસેડર : નીરજ ચોપડા.3.રાજસ્થાન સરકાર - બેટી બચાવો બેટી પઢાવો : અવની લેખરા,4.AMWAY INDIAના નવા બ્રાન્ડ એમ્બેસેડર : મીરાબાઈ ,5.Justdail કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર : રણવીર સિંહ .
8) તાજેતરમાં કોને નર્મદચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે?
Ans : ડૉ.પ્રવીણ દરજી
તાજેતરમાં ડૉ.પ્રવીણ દરજી ને તેમના મહત્વપૂર્ણ નિબંધ સંગ્રહ 'નદીગાન' માટે નર્મદચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિમાં તેમની કોલમ 'ક્ષણ-ક્ષણાર્ધ''પ્રકાશિત થાય છે.
ડૉ.પ્રવીણ દરજી : પૂરું નામ : પ્રવીણ શનીલાલ દરજી,જન્મ : 23 Aug 1944,જન્મ સ્થળ :પંચમહાલ (ગુજરાત),પુરસ્કારો :પદ્મશ્રી (2001), કુમાર સુવર્ણચંદ્રક (2011).
નર્મદ સુવર્ણચંદ્રક : પુરસ્કારનો હેતુ-સાહિત્યિક સન્માન,પુરસ્કાર આપનાર-નર્મદ સાહિત્ય સભા સુરત,પ્રથમ વિજેતા-જ્યોતીન્દ્ર દવે (1940 રંગ તરંગ),છેલ્લા વિજેતા-પ્રવીણ દરજી (2021 નદીગાન).
Read More Current Affairs :
No comments:
Post a Comment